મંગળવાર, 30 માર્ચ, 2010

એક મોતી વહી ગયું જે આંખ થી...

એક મોતી  વહી ગયું જે આંખ થી
જે આવ્યું હતું કોઈક ના કહેવાથી,

સમજ ફેર કે સાચી સમજ થવાથી
દુખ, લાગણી કે સહનશક્તિની હદથી,

સર, ધડ, હાથ પગ કે નસોના જોશથી
ફકીર થી પ્રેમી અને વ્યક્તિથી ઈશ્વર સુધી,


એક મોતી  વહી ગયું જે આંખ થી......


લાગે છે આપ રડ્યા સંસાર રડ્યું,
મારા મન અને હૃદય ને જાણે જેલ કર્યું,

બંધ દરવાજા અને મૃત લાગણીએ કહ્યું,
પત્થર દિલને પણ પછાડનારૂ  શું એ મેં કહ્યું?


ફરી કદી આવું નાં કરશો જે મારી માટે તમે કર્યું
આપના સાથ, સહકાર અને ખુશી માટે રુદન મેં સહ્યું,

એક મોતી  વહી ગયું જે આંખ થી.....
પડતા પેહલા લાખોવાર વાગ્યું એ મને દિલથી.