શનિવાર, 31 જુલાઈ, 2010

હે મિત્ર, તું મિત્રતા ને પાંગળી બનાવ
મારે માટે તો એ પાંગળા પાનું જ આશીર્વાદ

જે તું ધારે તે મારે માટે અક્ષમ્ય સમાન
તારો સ્વર એજ જાણે દિવ્ય મહાન રવિવાર, 30 મે, 2010

બસ એક ભૂલ


તે ઉત્તમ છે પણ આંધળી નથી ,
તે અક્ષમ છે પણ પાંગળી નથી,

કહો તો મારી છે પણ તમારી નથી,
જે સમજી છે પણ જાની નથી,

જે તમારાથી દૂર છે પણ મારી નજીક નથી,
તે બંધ બકવાસ છે પણ હજી તૂટી નથી,

તે સજીવ છે સ્વમાની છે પણ તેનામાં અકલ નથી,
સ્વગત સમજુ છે પણ બીજાની લાગણી ને સમજતી નથી,

તે બસ મારી ભૂલ છે બીજું કશું જ નથી,
આપે વારંવાર આપી માફી અને મેં લીધી
અને ના દીધી એ સિવાય બીજું કશું જ નથી.....

મંગળવાર, 30 માર્ચ, 2010

એક મોતી વહી ગયું જે આંખ થી...

એક મોતી  વહી ગયું જે આંખ થી
જે આવ્યું હતું કોઈક ના કહેવાથી,

સમજ ફેર કે સાચી સમજ થવાથી
દુખ, લાગણી કે સહનશક્તિની હદથી,

સર, ધડ, હાથ પગ કે નસોના જોશથી
ફકીર થી પ્રેમી અને વ્યક્તિથી ઈશ્વર સુધી,


એક મોતી  વહી ગયું જે આંખ થી......


લાગે છે આપ રડ્યા સંસાર રડ્યું,
મારા મન અને હૃદય ને જાણે જેલ કર્યું,

બંધ દરવાજા અને મૃત લાગણીએ કહ્યું,
પત્થર દિલને પણ પછાડનારૂ  શું એ મેં કહ્યું?


ફરી કદી આવું નાં કરશો જે મારી માટે તમે કર્યું
આપના સાથ, સહકાર અને ખુશી માટે રુદન મેં સહ્યું,

એક મોતી  વહી ગયું જે આંખ થી.....
પડતા પેહલા લાખોવાર વાગ્યું એ મને દિલથી.

ગુરુવાર, 28 જાન્યુઆરી, 2010

સૂર્ય ની સવારી
 સૂર્ય ની સવારી

રખડી સાથે ગામમાં છે, બેઠા ધૂળ ઉડે છે
કૂણો કૂણો પવન શેઢીએ કુણા કુણા અંક્ડાના રુછ્ડા,  

મો પર મારે થાપલી ઉની ઉની
ઘડીક અમને ઘડીક તેમ, બેઠો તે પછેરો કહે છે,
ને કરે છે ભોર ભમ્ભોર કે વેરાગીએ તો લોય પીધું
બીજો પછેરો કહે ના ના ભાઈ હું તો છું છાનો,

ના પીઇશ કરિઆ કેર અતારમાં હેરાનગતિ
સમો વિસામો ઠંડી અર્પતો લાંબો તીખો ખાર,
જાણે બર્ફીલો પર્વત પડ્યો માથે મેઘ સ્વરૂપે
સામે ચમકી કલ્પના ગધ્ય અડધો કાળો ધોળો જાય છે,

હાથ મેળવી ભાઈ મારા દઉં બાર મેળાની દાદ્દ
ન બગડે દાનત તારી થોડી વાર બેઠો જે હો,
થાક જે ઉપર ચાર આંખે છે જોવે તારો જીવ
ધોળો ગળે સોનું, પીળું ને કેસરિયો,

ઘાટ પડી જાણે સુનાર ગળે ઘરેણા નાખે છે
ન જાણે કોને ઘડ્યો તેને વીર વિશાળ,
આંખ સામે તની જોવે છે તે ઘૂરી ઘુરીને
ધારી ધારી પળવારમાં જોવાથી આંખ દુખશે,

એમાં અંખ આપની પેલી ઉભી-આડી સમી ત્રાસી થાશે હીરાની મહેરાની
કકદિયો મુરઘો બોલે ત્યાં કડકડ મીઠી વાણી,
જ્યાં કપાતા ઝાંખા એટના પાણી તે ઠેકાણે

ભારતીના વહેણ ત્યાં વધ્યા સામે, 
અર્ધ ગોળ સોનુંજ ઘડાયું, સુતેલા પછેરના તળિયા થયા ગરમ
ખુલ્લી આંખ્યું જોયું ત્યાં તો થઇ મન મુકીને સુર્યની સવારી
નાખ્યું મો ખાબોચિયામાં થોડ્ય નાખ્યું મોઢામાં જળ ત્યાં સાફ લ્યો,
મધુર પંખીનો કલરવ, પવનથી ઝાડમાં દાળનો  હલ હલ
અને દરિયાઈ લહેરોનો દલ દલ,

ઉભી આંખ સામે તાની ખુબ ખેચી પ્રકાશથી આંખો થઇ બંધ
ઘડીક થયું બધું આઘું પાછું ત્યાં થઇ સવાર જાણે,
વર્ષો થઇ પર્સેલા બે હેય્યાઓ મળ્યા સુમારે
તરસેલા પીવે મધુર નીર વરાળના કે ભાઈ થઇ સવાર,
ત્યાં મારી ખોવાની કલ્પના ને હું ખોલું છું આંખ કે આતો
સૂર્ય ની સવારી

શનિવાર, 23 જાન્યુઆરી, 2010

"મારી ડિગ્રી સૌથી મોટી"

ડિગ્રી મારી એવી જેથી કાપે થર થર સૌ કોઈ
ભલે હોય તે અમેરિકા, ભારત જ્યાં માન્યતા તેની ન હોય,

ભણતર મારું એવું જે કોઈ સંસ્થા ન ભણાવી શકે
ગણતર એવું કે માથાદીઠ આવક મળી રહે,

કોલેજ મારી ઓપેન યુનીવરસીટી  જ્યાં શિક્ષણ સામગ્રી ખુબ ભારી
પરીક્ષા આપું ચીસો પાડી વીંધુ હું દીવાલો, પુતળાઓ ને બારી,

જગત આખાની ગુપ્તચર સંસ્થાઓમાં દાખલો મારો મફત માં થાય
નૌકરી માટે હાજર થતા પહેલા જ ફૂલ એન્ડ ફાઈનલ સેટલમેટ નક્કી થાય,

ફરજ મારી કરાર આધારિત ને આખરે મેળવું દૂર્ગતી
મારતો જાવ નિર્દોષોને અને કરતો જાવ પ્રગતિ,

ત્રાસવાદી છે નામ મારું અને લશ્કર ફલાણા શૈક્ષણિક શાળા
મળ્યું એડમિસન નરકમાંથી એવી પાડોશી ડીમ્ડ સંસ્થા,

લીઈંએ પ્લેસમેટ  ભારતમાં ને કરીએ આત્મઘાતી બોમ્બિંગ
અમેરિકા થી ડરતી સરકાર કરે ફાલતું કોમ્બિંગ,

પરીક્ષા જયારે દેવા જઈએ ત્યારે લોહી વાપરીએ ભારત વાસીઓનું
પ્રશ્નોત્તરી મળે પાડોશી દેશની ને ડીગ્રી મળે ત્રાસવાદીની,

કરે લખલૂટ ખર્ચા અમારા પ્લેસમેટ પર ભારત સરકાર
ભલે ને હોય બેજ વિદ્યાર્થી અફઝલ અને અજમલ કાસાબ,

જઈ હિન્દ જઈ ભારત !!!